લગ્ન બાદ સોનાક્ષી સિંહા કાયમ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે નવી-નવી તસવીરો શેર કરતી હોય છે.

હવે સોનાક્ષી એ તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ખાસ ફોટોઝ શેર કર્યા છે. તેમાં બંનેને મેચિંગ આઉટફિટ પહેરેલા જોઈ શકાય છે.

નવી તસવીરોમાં કપલને રોમેન્ટિક થતા જોઈ શકાય છે. સોનાક્ષી, પતિ ઝહીરના ખભા પર માથા ટેકાવી તેની આંખોમાં આંખો નાખી રોમેન્ટિક પોઝ આપી રહી છે.

આ સિવાય તે સેથામાં સિંદૂર પૂરીને ફ્લોન્ટ કરી રહી છે. સોનાક્ષીએ લાલ કૂર્તા સાથે મેચિંગ પ્લાજો અને દુપટ્ટો કેરી કર્યો છે. તેની સાથે તેણે હેવી ઈયરિંગ્સ મેચ કર્યા છે.

જ્યારે તેના પતિ ઇકબાલે રેડ અને વ્હાઇટ કૂર્તા પાયજામા સાથે સિક્વન્સવાળી કોટી પહેરી છે. એક્ટ્રેસે ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે... ‘લાલ મેરે દિલ કા હાલ’.

કપલનો આ લુક અને અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ સતત તેના ફોટોઝ પર કોમેન્ટ કરી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી, ‘આ એક ચુટકી સિંદૂર તારા પર સારું લાગે છે’. તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી- ‘એક હી તો દિલ હૈ, કિતની બાર જીતોગે’.

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષીએ ઝહીર ઇકબાલ સાથે 24 જૂનના લગ્ન કર્યા હતા. તેના લગ્નના ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કપલ સાથે ખુશ છે અને કાયમ ક્વોલિટી ટાઇમ માણતા દેખાય છે.