ઉર્ફી જાવેદ કાયમ પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે વેબ સીરિઝ ‘ફોલો કર લો યાર’ને લઈને ચર્ચામાં છે.

માત્ર ઉર્ફી જ નહીં તેની બહેનો ઉરુસા, અસ્ફી અને ડોલી સિવાય તેની અમ્મી જાકિયા પણ ઈન્ટરવ્યૂમાં ઘર સાથે જોડાયેલા અનેક ખુલાસા કરી રહી છે.

હાલમાં જ એક વાતચીતમાં ઉરુસા, ડોલી અને અસ્ફીએ પિતાના લઈને કેટલાક શોકિંગ ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બાળપણથી તેઓ 100 કેમેરાની દેખરેખમાં મોટી થઈ છે.

પિતા અમારા ઘરમાં માથાનો દુઃખાવો હતા. મને લાગે છે કે ધર્મ એ હોય છે, જેને તમે પ્રેમ કરો છો. તમે કોઈને ધર્મના નામ પર પરેશાન નથી કરી શકતા.

તમે એવું નથી કહી શકતા કે, તું આ કરી રહી છે તો તું સારી મુસલમાન નથી. આ કરી રહી છે તો તું ધાર્મિક નથી. આ કરીશ તો તારી સાથે આવું થશે.

તેઓ ખુદ પણ 5 વખતની નમાજ નહોતા પઢતા. તેઓ રોજા નહોતા રાખતા. અમને તેઓ કેવી રીતે કહી શકે છે. અમે તો તેમ છતાં આ બધુ કરી લેતા હતા.

અમ્મી અમને કુરાન પઢતા શીખવાડતી હતી. બધુ જ કરતી હતી, પરંતુ પિતા કંઈ નહોતા કરતા. લિવિંગ એરિયામાં, ડાઇનિંગ એરિયામાં, છતા પર એમ આખા ઘરમાં 100 કેમેરા હતા.

છત પર બે, છતની બહાર બે, અમે જ્યાં બેસીને સ્ટડી કરતા હતા ત્યાં પણ તેમણે લાકડાનું બારણું કાઢીને ગ્લાસ લગાવડાવી દીધો હતો, જેથી અમારા પર નજર રાખી શકે.