બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે એટલે કે 24 એપ્રિલે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વરુણ ધવન આજે બોલિવૂડના હિટ અભિનેતાઓમાં સામેલ છે.

પરંતુ શું તમે જાણો છો કે સુપરહિટ નિર્દેશક અને ફિલ્મ નિર્માતાનો પુત્ર હોવા છતાં વરુણને ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવા ખૂબ સંઘર્ષ કર્યો હતો.

વરુણે મુંબઈની જાણીતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ઈંગ્લેન્ડની નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.

ઈંગ્લેન્ડથી આવ્યા બાદ વરુણે આસિસ્ટન્ટ તરીકે ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે કરણ જોહરનો આસિસ્ટન્ટ હતો.

જોકે, વરુણ 2012માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યો. વરુણના પિતા ડેવિડ ધવન બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક છે, પરંતુ તેમણે તેને લોન્ચ કરવાની ના પાડી દીધી.

એક અહેવાલ અનુસાર, જ્યારે વરુણ ફિલ્મી દુનિયામાં આવવાનો હતો ત્યારે અભિનેતાના પિતાએ તેને પોતાના હોમ પ્રોડક્શનથી લોન્ચ કરવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ વરુણે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મમાં વરુણની સાથે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ પછી, વરુણ ધવને ‘દિલવાલે’, ‘મેં તેરા હીરો’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘જુડવા 2’, ‘કલંક’, ‘કુલી નંબર 1’, ‘ભેડિયા’, ‘બવાલ’ જેવી ઘણી કોમેડી-રોમેન્ટિક-ડ્રામા ફિલ્મોમાં કામ કર્યું.

આજે વરુણ ધવનને કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે પોતાની પ્રતિભા સાબિત કરી બતાવી છે. ટૂંક સમયમાં એક્ટર એટલીની ફિલ્મ ‘બેબી જ્હોન’માં એક્શન કરતો જોવા મળશે.