પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 21થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. 25 લોકોનું રેશ્ક્યુ કરવામાં આવ્યું છે.

સવારે 9.30 વાગ્યે થયેલા આ અકસ્માતમાં રંગપાની અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે.

અકસ્માત માત ઈમરજન્સી મેડિકલ સેવાઓ પહોંચાડવામાં આવી છે. સિયાલદેહ રેલવે એ આપત્કાલિન સહાયતા ડેસ્ક બનાવ્યું છે.

કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારતા પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાત્કાલિક રેશ્ક્યુ માટે જીલ્લા ડીએમ- એસપી સહિતને સૂચના આપી છે

ટ્રેન અકસ્માતમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.