T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન

સોર્સ : Google

IPL 2026માં ભારતીય બેટ્સમેન નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આ દરમિયાન, એક ભારતીય બેટ્સમેને T20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

સોર્સ : Google

ભારતીય બેટ્સમેને T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. ચાલો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનારા બેટ્સમેન વિશે જાણીએ.

સોર્સ : Google

ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે છે. ડેવોન કોનવેએ 90 મેચની 86 ઈનિંગ્સમાં 3000 રન બનાવ્યા હતા.

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયાનો ડાર્સી શોર્ટ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે છે.

સોર્સ : Google

ડાર્સી શોર્ટે 86 T20 મેચની 86 ઈનિંગ્સમાં 3000 રન બનાવ્યા હતા. તે 90થી ઓછી ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરનારા થોડા બેટ્સમેનોમાંનો એક છે.

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયાના શોન માર્શ લાંબા સમયથી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. તેણે 16 ડિસેમ્બર, 2012ના રોજ સિડનીમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

સોર્સ : Google

તેણે 87 મેચની માત્ર 85 ઈનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા હતા. માર્શનો રેકોર્ડ લગભગ 14 વર્ષ સુધી ટકી રહ્યો હતો, પરંતુ હવે એક ભારતીય બેટ્સમેને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

સોર્સ : Google

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રનનો રેકોર્ડ હવે ભારતના સાઈ સુદર્શનના નામે છે. સુદર્શને IPL 2026ની 60મી મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.

સોર્સ : Google

સુદર્શને માત્ર 78 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સુદર્શન 80 ઈનિંગ્સથી ઓછા સમયમાં T20 ક્રિકેટમાં 3000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

સોર્સ : Google