Cannes 2025માં જાહ્નવી કપૂરને જોઈ ફેન્સને યાદ આવ્યા શ્રીદેવી

78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચી રહ્યા છે. હવે અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ કાન્સમાં ડેબ્યુ કર્યું છે.

જાહ્નવી તેની ફિલ્મ 'હોમબાઉન્ડ' માટે કાન્સ પહોંચી છે. આ દરમિયાન જાહ્નવીની સાથે 'હોમબાઉન્ડ' ની આખી કાસ્ટ પણ જોવા મળી હતી. કાન્સમાં જાહ્નવીના ડેબ્યુ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

એક તરફ, જાહ્નવીનો આ લુક જોઈને ફેન્સને તેની માતા અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની યાદ આવી ગઈ, તો બીજી તરફ, લોકો જાહ્નવીના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

જાહ્નવીએ પ્રખ્યાત ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલા આઉટફિટમાં કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યુ કર્યું છે.

આ પિંક કલરના ડ્રેસમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી હતી.તેણે બનારસમાં ખાસ ટીશ્યુમાંથી બનાવેલ લોંગ પ્લીટેડ સ્કર્ટ અને કોર્સેટ પહેર્યા હતો.

તેનો આ ડ્રેસ રિયા કપૂરે સ્ટાઇલ કર્યો હતો. તેણે આ ડ્રેસને તેના સ્લીક બન સાથે સ્ટાઇલ કરેલા દુપટ્ટા જેવા ડ્રેપથી વધુ સુંદર બનાવ્યો હતો.

જાહ્નવીએ આ ડ્રેસ સાથે લેયર્ડ પર્લ નેકલેસ અને મેચિંગ ડાયમંડ સ્ટડ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ગ્લેમર માટે, તેણે પિંક બ્લશ અને વિન્ગ્ડ આઈલાઈનર પસંદ કર્યું હતું.

જાહ્નવીનો લુક જોઈને ઘણા ફેન્સને તેની માતા અને અભિનેત્રી શ્રીદેવીની યાદ આવી ગઈ. ઘણા ફેન્સએ કહ્યું કે જાહ્નવી બિલકુલ તેની માતા શ્રીદેવી જેવી દેખાય છે.

આ કસ્ટમાઈઝ્ડ આઉટફિટ સાથે આધુનિકતા અને પરંપરા બંનેને એકસાથે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જાહ્નવી નીરજ ઘેયવાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'હોમબાઉન્ડ' માટે કાન્સ પહોંચી હતી. દરમિયાન, હોમબાઉન્ડના બાકીના કલાકારો ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ કાન્સમાં જોવા મળ્યા હતા.