કાન્સમાં ઉર્વશી રૌતેલાનો ગુલાબી ડ્રેસ જોઈ ચાહકોને યાદ આવી દીપિકા પાદુકોણ

ઉર્વશી રૌતેલાએ ઈવેન્ટના પહેલા દિવસનો પોતાનો લુક જાહેર કર્યો છે, ગુલાબી ડ્રેસમાં સુંદર લાગી રહી હતી

ઉર્વશીએ પિંક કલરનો હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું, આ ગાઉન સ્ટ્રેપલેસ હતો. આ ડ્રેસમાં તે બાર્બીથી ઓછી દેખાતી નથી.

આ આઉટફિટની સાથે એક્ટ્રેસે તેના માથા પર સ્ટોન સ્ટડેડ બેન્ડ પહેર્યું છે, જ્યારે હાથમાં ખાસ પ્રકારની બંગડીઓ પહેરી છે.

ગાઉનનો અપ-ફ્રન્ટ લુક કોર્સેટ જેવો છે. ઉર્વશીએ તેના ચહેરા પર શાર્પ મેક-અપ કર્યો છે જે તેના દેખાવમાં વધારો કરી રહ્યો છે.

જોકે, ઉર્વશીનો આ લુક જોયા બાદ કેટલાક લોકોને દીપિકા પાદુકોણની યાદ આવી ગઈ છે.

દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં આવું જ ગુલાબી ગાઉન પહેર્યું હતું. જોકે, આ વખતે દીપિકા પાદુકોણ કાન્સમાં આવવાની નથી.