ફેમસ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા દર મહિને કેટલી કમાણી કરે છે? જાણો તેની નેટવર્થ

ફેમસ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ચર્ચામાં આવ્યો છે. તેની પાછળનું કારણ તેની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે.

તેની બે યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. પ્રથમ ચેનલનું નામ BearBiceps છે અને બીજી ચેનલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

શું તમે જાણો છો કે રણવીર દર મહિને કેટલી કમાણી કરે છે અને આજે તેની પાસે કેટલી પ્રોપર્ટી છે?

યુટ્યુબની દુનિયામાં રણવીર એક મોટું નામ છે. યુટ્યુબની સાથે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે.

તે ટેલેન્ટ મેનેજમેન્ટ અને ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ કંપની મોન્ક એન્ટરટેઈનમેન્ટના સ્થાપક પણ છે

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે દર મહિને 35 લાખ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયાની આસપાસ છે.

એવું કહેવાય છે કે કેરિમિનાટી અને ભુવન બામ પછી રણવીર ભારતમાં ત્રીજા સૌથી ધનિક યુટ્યુબર છે.