દેશની રાજધાની દિલ્હીએ ભારતીય ક્રિકેટ ટીમને ઘણા ક્રિકેટરો આપ્યા છે. તેમાંથી કેટલાક એવા છે જેમણે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે.
વિશ્વનો સૌથી લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલી દિલ્હીનો રહેવાસી છે. વિરાટ મીરા બાગ, પશ્ચિમ વિહાર, દિલ્હીમાં રહેતો હતો.
કોહલીએ પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડમીમાંથી ક્રિકેટની ટ્રેનીંગ લીધી હતી. ગત વર્ષે કોહલીએ વનડેમાં 50 સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.
પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રહે છે. ગંભીરે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
ગંભીરે 58 ટેસ્ટ મેચ, 147 ODI મેચ, 37 T20 મેચ અને 154 IPL મેચ રમી છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સેહવાગ દિલ્હીના નજફગઢનો રહેવાસી છે. સેહવાગે વિકાસપુરી ક્રિકેટ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી હતી.
સેહવાગે 104 ટેસ્ટ મેચ, 251 ODI મેચ, 19 T20 મેચ અને 104 IPL મેચ રમી છે.
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ બોલર આશિષ નેહરા પણ દિલ્હીનો રહેવાસી છે. નેહરાએ 17 ટેસ્ટ મેચ, 120 ODI, 27 T20 અને 88 IPL મેચ રમી છે.
લેફટી ઓપનર શિખર ધવન પણ દિલ્હીનો રહેવાસી છે. તેણે દિલ્હીની પ્રતિષ્ઠિત સોનેટ ક્રિકેટ એકેડમીમાંથી ટ્રેનીંગ લીધી હતી.