મે મહિનામાં એક્સપ્લોર કરો સ્પીતિ વેલીની આ સુંદર જગ્યાઓ

ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. તેમાંથી એક સ્થળ સ્પીતિ વેલી છે, જે તેની બરફીલા ખીણો તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે.

સ્પીતિ વેલી ભારતના સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. ચાલો તમને અહીં સ્પીતિ વેલીની વિશેષતા અને સ્થાન વિશે જણાવીએ.

તમે સ્પીતિ વેલીમાં ઘણા સુંદર દૃશ્યનો આનંદ માણી શકો છો, આ સાથે તમે અહીં પક્ષીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ અને ગરુડ, ગીધ જેવા શિકારી પક્ષીઓ પણ જોઈ શકો છો. પ્રાચીન બૌદ્ધ ઈમારતો અને મઠો પણ જોવા મળશે.

સ્પીતિ વેલીમાં આવેલુ સૂરજ તાલ ભારતનું ત્રીજું સૌથી ઊંચું હિમનદી તળાવ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી.

જો તમે સ્પીતિ વેલી જાવ છો, તો ચંદ્રતાલ જરૂર જવું જોઈએ. આ તળાવ ચંદ્ર આકારનું હોવાથી તેણે ચંદ્રતાલ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટીથી ખૂબ ઊંચાઈ પર સ્થિત આ તળાવનો રંગ સમયાંતરે બદલાતો રહે છે, જે તેને વધુ રહસ્યમય અને સુંદર બનાવે છે.

સ્પીતિ વેલીમાં ત્રિલોકનાથ મંદિર એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં બૌદ્ધ અને હિન્દુ ભક્તો સાથે મળીને પૂજા કરે છે અને દર્શન કરે છે. અહીં ભગવાન શિવની પૂજા થાય છે અને અહીંનું વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક છે.

સ્પીતિ વેલીમાં લગભગ 10,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ટેબો મઠને પણ એક્સપ્લોર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. તેનું સ્થાપત્ય અને શાંત વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી દેશે.

સ્પીતિ વેલી પહોંચવા માટે, તમારે પહેલા કિન્નૌર જવું પડશે. કિન્નૌર પહોંચ્યા પછી, તમે ત્યાંથી સ્પીતિ વેલી સુધી બસ પકડી શકો છો. આ સિવાય પ્રાઈવેટ ટેક્સી પણ કરી શકો છો.