ઉનાળાની ઋતુમાં લોકો વારંવાર ઉત્તરાખંડ, કાશ્મીર અથવા લદ્દાખ ફરવા જવાનું પસંદ કરે છે.

આ જગ્યાઓ સિવાય નોર્થ ઈસ્ટમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જેને એક્સપ્લોર કરી શકાય છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે.

મેઘાલયના શિલોંગની સુંદરતા અને હવામાન પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના ઊંચા પહાડો અને તળાવો ફરવા માટે શ્રેષ્ઠ છે.

અરુણાચલ પ્રદેશમાં આવેલ તવાંગ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં એશિયાનો સૌથી મોટો બૌદ્ધ મઠ આવેલો છે.

સિક્કિમની રાજધાની ગંગટોક ઉનાળામાં ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. અહીંની સુંદરતા અને એડવેન્ચર વેકેશનની મજા વધારશે.

માજુલી ટાપુ આસામનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. રજાઓની મજા બમણી કરવા માટે, ચોક્કસપણે આ જગ્યા એક્સપ્લોર કરો.

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગને હિમાલયની રાણી કહેવામાં આવે છે. ઉનાળામાં અહીં મુલાકાત લેવાનું આયોજન કરી શકાય છે.

નાગાલેન્ડ નોર્થ ઈસ્ટમાં એક સુંદર રાજ્ય છે. આખું વર્ષ અહીં પ્રવાસીઓ આવતા રહે છે. ઉનાળામાં પ્રકૃતિની નજીકના આ સ્થાનને એક્સપ્લોર કરો.

સિક્કિમના સુંદર શહેર પેલિંગમાં તમે ઉનાળાના વેકેશનનો આનંદ માણી શકો છો. અહીંની સુંદર ખીણો મન મોહી લેશે.