મે 2024માં રિલીઝ થનારી આકર્ષક મૂવીઝ, મનોરંજનની છે સંપૂર્ણ ગેરંટી

'ધ સાબરમતી રિપોર્ટ'માં વિક્રાંત મેસ્સી પત્રકારની ભૂમિકામાં છે. ચૂંટણીની મોસમમાં ફરી એકવાર ગોધરાકાંડનો મુદ્દો ચર્ચામાં આવી શકે છે. આ પ્લોટ પર આધારિત 'ધ સાબરમતી રિપોર્ટ' 3 મેના રોજ રિલીઝ થઈ રહી છે.

'પ્યાર કે દો નામ' ફિલ્મ પણ 3 મે, શુક્રવારે રિલીઝ માટે તૈયાર છે. જેમાં ભવ્ય સચદેવ લીડ એક્ટર અને અંકિતા સાહુએ લીડ એક્ટ્રેસનો રોલ કર્યો છે.

'રિસ્કી રોમિયો' પણ 3 મેના રોજ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે.

રાજકુમાર રાવની 'શ્રીકાંત' 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવે એક અંધ બિઝનેસમેનનો રોલ કર્યો છે.

શ્રેયત તલપડેની 'કરતમ ભુગતમ' 17 મેના રોજ રિલીઝ થશે.

મનોજ બાજપેયી અભિનીત 'ભૈયાજી' 24 મેના રોજ રિલીઝ માટે તૈયાર છે.

મે 2024માં કોઈ મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. જોકે, OTT પર આવી રહેલી 'હીરામંડી' સૌથી વધુ હેડલાઈન્સ બનાવી રહી છે. તેનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે.