દરેક ભારતીયને સ્વતંત્રતા દિવસના આ રસપ્રદ Facts ખબર હોવી જોઇએ

સોર્સ : X

15 ઓગસ્ટ 2025માં ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઇ રહ્યો છે. આ દિવસે ભારતને બ્રિટિશ હકૂમતથી 1947માં આઝાદી મળી હતી.

સોર્સ : Google

ભારતના લાસ્ટ વાઇસરોય લૉર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટની તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે આ દિવસે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠ હતી.

સોર્સ : Google

ભારતની આઝાદીની સાથે દેશના ટુકડા પણ થયા. 14 ઓગસ્ટ 1947માં પાકિસ્તાનનો જન્મ થયો જે બાદ દેશે સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવો પડ્યો.

સોર્સ : Google

દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો. આ તિરંગો 15 ઓગસ્ટ નહીં પણ 16 ઓગસ્ટ 1947માં ફરકાવવામાં આવ્યો.

સોર્સ : Google

જન ગણ મનને 1911માં લખવામાં આવ્યું હતું પરંતુ 24 જાન્યુઆરી 1950માં તેને રાષ્ટ્રગાન જાહેર કરવામાં આવ્યું.

સોર્સ : Google

જ્યારે દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યું હતું તે સમયે મહાત્મા ગાંધી બંગાળમાં ઉપવાસ પર હતા જેથી સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી શકાય.

સોર્સ : Google

જયારે ભારતને આઝાદી મળી ત્યાર સુધી દેશ પાસે બંધારણ નહતું. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950માં લાગુ થયું.

સોર્સ : X

1947 બાદ બે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (1979) અને ચરણ સિંહ (1980) લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી શક્યા નહતા.

સોર્સ : GSTV

દર વર્ષે વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે જેમાં દેશમાં થનારા બદલાવ વિશે જણાવવામાં આવે છે.

સોર્સ : Google

ભારતની સાથે દક્ષિણ કોરિયા, બહેરીન અને કોંગો જેવા કેટલાક દેશોમાં પણ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

સોર્સ : X