રેસલર વિનેશ ફોગાટે આજે કુશ્તીને અલવિદા કહી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેના આ નિર્ણય પહેલા આજે મેડલ અંગે પણ સુનાવણી પણ થવાની છે.

તેથી ભારત માટે હજુ મેડલની આશા જીવંત છે. એટલે કે, ભલે વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી હોય, છતાં પણ મેડલની આશા છે. CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) આજે તેનો ચુકાદો આપશે.

ખરેખર પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વરની આશા હજુ પણ જીવંત છે. જોકે, તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે.

ડિસક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ)માં અપીલ કરી છે. તેણે પોતાને ડિસક્વોલિફાય કરવાના નિર્ણયને પડકાર્યો છે.

વિનેશ ફોગાટે કહ્યું છે કે, મને સંયુક્ત સિલ્વર મેડલ આપવો જોઈએ. આ સાથે વિનેશે ફાઈનલ મેચ રમવાની પરવાનગી પણ માગી હતી, જે ફગાવી દેવામાં આવી હતી.

હવે વિનેશની સિલ્વર મેડલની માગ પર નિર્ણય લેવાનો બાકી છે. CASએ પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે ગુરુવાર સવાર સુધીનો સમય માંગ્યો હતો.

સ્પોર્ટ્સ અફેર્સ કોર્ટ લગભગ 11:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. જો CAS વિનેશની તરફેણમાં ચુકાદો આપે તો IOCએ સંયુક્ત રીતે વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે.

એટલે કે 50 કિલોગ્રામ મહિલા કુશ્તીની ફાઈનલ મેચમાં હારેલી કુસ્તીબાજની સાથે વિનેશને પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મળશે.