બ્રેકઅપ બાદ પણ કાયમ છે આ બોલિવૂડ સ્ટાર્સની મિત્રતા

શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડાએ એક-બીજાને ડેટ કર્યું હતું. આ સંબંધ વધું સમય ન ટક્યો પરંતુ આજે પણ તેની સારી મિત્રતા છે.

'બેંડ બાજા બારાત' દરમિયાન રણવીર સિંહ અને અનુષ્કાર શર્મા નજીક આવ્યા હતાં. પછી તેનું બ્રેકઅપ થઇ ગયું પરંતુ બંને આજ દિવસ સુધી સારા મિત્ર છે.

સલમાન ખાન અને કેટરીના કેફએ લાંબા સમય સુધી એક-બીજાને ડેટ કર્યા હતાં. વાત લગ્ન સુધી ન પહોંચી પરંતુ આજે પણ બંને સારા મિત્ર છે.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર પણ રિલેશનશિપમાં હતાં. બંનેનો સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં, જોકે આજે પણ સારા મિત્ર છે. બ્રેકઅપ બાદ પણ બંનેએ ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું.