'ડબ્બા કાર્ટેલ'માં સાઉથની એક્ટ્રેસ જ્યોતિકા નજર આવી છે. હાઇપ્રોફાઇલ રોલ માટે જાણીતી આ એક્ટ્રેસે હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન પોતાનું દુખ વ્યક્ત કર્યુ હતું.

તેણીએ કહ્યું, "ઘણી ફિલ્મો કરવા બાદ તથા દર્શકોની વચ્ચે પોતાની ઉમદા છાપ છોડવા પછી મને ઘણા મોટા પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યા."

"હું ત્યાં મળવા પણ ગઈ. ત્યાં હું ઘણા મેલ એક્ટર્સની બાજુમાં ઊભી રહી. મને ફિલ્મમાં કામ તો મળ્યું પરંતુ કોઈ મજબૂત રોલ ન મળ્યો"

"મને લાગ્યું કે મે આટલું કામ કરીને પોતાની જગ્યા બનાવી છે. તો પણ મારી સાથે આવા વર્તન કરવામાં આવે છે જે મને ઘણું ખરાબ લાગે છે"

"મને લાગ્યું કે હું આ લોકો માટે માત્ર સાઈડ એક્ટ્રેસ છું. જે ઘણી ખરાબ બાબત છે અને મને અપમાનજનક લાગે છે."

તમને જણાવી દઈએ કે જ્યોતિકા, સાઉથના સુપરસ્ટાર સૂર્યાની પત્ની છે અને તેમના બાળકો છે. કામકાજને કારણે થોડા સામે માટે જ્યોતિકા મુંબઇમાં બાળકો સાથે શિફ્ટ થઈ છે.