આ શિયાળામાં શિમલા-મનાલી નહીં આ સ્થળોએ માણો હિમવર્ષાનો આનંદ

શિયાળાની ઋતુમાં ઘણા લોકો હિમવર્ષા જોવા માંગે છે. લોકો હિમવર્ષાનો આનંદ માણવા માટે શિમલા-મનાલી અને ગુલમર્ગ જાય છે.

પરંતુ, આ પ્રખ્યાત સ્થળોએ ખૂબ જ ભીડ હોય છે. અહીં ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓને કારણે ત્યાં યોગ્ય રીતે મજા નથી માણી શકાતી.

જો તમે પણ આ શિયાળાની ઋતુમાં હિમવર્ષા જોવા માંગો છો, તો તમે કેટલાક એવા સ્થળો પર જઈ શકો છો જે સુંદર અને શાંતિપૂર્ણ છે. ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે.

ચિત્કુલ હિમાચલ પ્રદેશના સૌથી સુંદર અને શાંતિપૂર્ણ સ્થળોમાંથી એક છે. આ ગામ વિશાળ પર્વતો અને ખીણોથી ઘેરાયેલું છે. અહીંના ગાઢ જંગલો તેની સુંદરતામાં વધારો કરે છે.

ઔલીને હિમવર્ષા માટે સૌથી પ્રખ્યાત સ્થળ માનવામાં આવે છે. આ જગ્યા સ્કીઈંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં ડિસેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા શરૂ થાય છે અને ફેબ્રુઆરી મહિના સુધી બરફ રહે છે. અહીં આવીને તમે સ્નો સ્પોર્ટ્સનો પણ આનંદ માની શકો છો.

જો તમે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય ક્યાંક જવા માંગતા હોવ તો તમે અરુણાચલ પ્રદેશના બોમડિલાની મુલાકાત લઈ શકો છો. હિમવર્ષા જોવા માટે આ બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. અહીં આવીને તમને તિબેટીયન સંસ્કૃતિની ઝલક મળશે.

હિમાચલ પ્રદેશમાં આવેલું જીભી કુદરતી નજારાઓથી ઘેરાયેલું છે. અહીંના દેવદારના જંગલ, મીઠા પાણીના તળાવ અને ઘણા પ્રાચીન મંદિરો ઉપરાંત, હિમવર્ષા પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે.

અરુણાચલ પ્રદેશમાં આવેલા મેચુકા પણ હિમવર્ષા જોવા માટે બેસ્ટ છે. અહીં આવીને તમે પ્રાચીન બુદ્ધ મઠો, તળાવો, પર્વતીય વિસ્તારોની મુલાકાત લઈ શકો છો.