ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ખાઓ આ ફળો

સોર્સ : GSTV

ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે, પોષક તત્વોથી ભરપૂર ફળોનું સેવન કરો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને સ્કિનને નરમ અને યુવાન રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે કયા ફળો ખાવા જોઈએ.

સોર્સ : GSTV

સંતરામાં વિટામિન C ભરપૂર હોય છે, જે સ્કિનને ગ્લઈંગ બનાવવામાં મદદ કરે છે. તે કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. ઉનાળા દરમિયાન તમે દરરોજ એક સંતરું ખાઈ શકો છો.

સોર્સ : GSTV

પપૈયા સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર વિટામિન A અને C હોય છે, જે ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મદદરૂપ થાય છે. તે ચહેરા પર ખીલ અને ડાઘ ઘટાડવામાં પણ મદદ કરે છે.

સોર્સ : GSTV

ફળોનો રાજા, કેરી, સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન A અને Cથી ભરપૂર હોય છે, જે સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. તે કરચલીઓ પણ ઘટાડે છે .

સોર્સ : GSTV

કિવીમાં વિટામિન C ભરપૂર હોય છે, જે સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તે ખીલ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.

સોર્સ : GSTV

તરબૂચમાં રહેલું પાણી શરીરને હાઈડ્રેટ કરે છે, જેનાથી તે ગ્લોઈંગ બને છે. હેલ્ધી સ્કિન મેળવવા માટે, દરરોજ તરબૂચનું સેવન કરો. તેમાં ઘણા એન્ટી-ઓકિસડન્ટ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે.

સોર્સ : GSTV

દ્રાક્ષમાં વિટામિન C અને એન્ટી-ઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જેસ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. તે કરચલીઓ ઘટાડવામાં અને ત્વચાને યુવાન દેખાવામાં પણ મદદ કરે છે.

સોર્સ : GSTV