વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે અથવા યોગ બનાવે છે, ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે.
સોર્સ : Google
દ્રિક પંચાંગ પ્રમાણે 10મી જૂન એટલે કે આજે વિષ યોગનું નિર્માણ થઈ ચૂક્યું છે, જે 11મી જૂન સુધી બન્યો રહેશે. આ વિષ યોગ મીન રાશિમાં બનશે.
સોર્સ : Google
જ્યારે પણ કુંડળી અથવા ગોચરમાં શનિ અને ચંદ્રની યુતિ થાય છે ત્યારે 'વિષ યોગ' બને છે.
સોર્સ : Google
ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે અને શનિને અનુશાસન અને કર્મનો કારક માનવામાં આવે છે, તેથી આ યોગની સીધી અસર માનસિક સ્થિતિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડે છે.
સોર્સ : Google
આ ગોચર દરમિયાન અમુક ચોક્કસ રાશિના જાતકોને આગામી 48 કલાક સુધી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. અહીં જાણો આ રાશિા વિશે.
સોર્સ : Google
આ યુતિ મેષ રાશિના બારમા સ્થાનમાં બનવા જઈ રહી છે, જે ખર્ચ અને માનસિક ચિંતાઓનો ભાવ છે. અચાનક મોટા ખર્ચાઓ આવી શકે છે. રોકાણ કરવા માટે આ બિલકુલ સારો સમય નથી.
સોર્સ : Google
આ યોગ કન્યા રાશિના સાતમા સ્થાનમાં એટલે કે ભાગીદારી અને દાંપત્યજીવનના સ્થાન પર બની રહ્યો છે. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે ગેરસમજને કારણે વિવાદ થઈ શકે છે.
સોર્સ : Google
કુંભ રાશિની ધન અને વાણીના સ્થાનમાં આ યોગનો પ્રભાવ રહેશે. સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. કોઈ અટકેલા પૈસા વધુ અટકી શકે છે.
સોર્સ : Google
આ યોગ મીન રાશિ જ રાશિમાં બની રહ્યો છે, તેથી તેનો સૌથી વધુ પ્રભાવ તમારા પર જ જોવા મળી શકે છે. અજાણ્યો ડર, બેચેની કે નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે.