Chanakya Niti: વ્યક્તિની આ આદતોના કારણે કરવો પડે છે આર્થિક તંગીનો સામનો
આચાર્ય ચાણક્ય અનુસાર, ગંદકીમાં રહેતી વ્યક્તિ હંમેશા આર્થિક મુશ્કેલીથી ઘેરાયેલા રહે છે, એટલા માટે હંમેશા ઘર સ્વચ્છ રાખો.
આળસુ વ્યક્તિને ક્યારેય ધનનો લાભ નથી મળતો, ચાણક્ય કહે છે કે માણસે હંમેશા પોતાના કાર્ય પ્રત્યે સજાગ રહેવું જોઇએ.
મોડા સુધી સુવાથી આર્થિક તંગીનો સામનો કરવા પડે છે, સાથે જ ઘરમાં નકારાત્મકતા આવે છે.
ચાણક્ય અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય સૂવું ન જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જો કોઈ વ્યક્તિ બિનજરૂરી ખર્ચ કરે છે, તો તેની સંપત્તિ ક્યારેય ટકતી નથી.
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ હંમેશા લોભથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ લાલચુ થઈ જાય, તો તે તેની પાસે રહેલા પૈસા પણ ગુમાવે છે.