શું તમારો Smartphone ગરમીમાં વધારે ગરમ થાય છે? આ ટિપ્સથી થઈ શકે છે ફાયદો
ઉનાળામાં વધેલું તાપમાન ફક્ત તમને જ નહીં પરંતુ તમારા સ્માર્ટફોનને પણ પરેશાન કરે છે. સતત ઉપયોગ અને તડકામાં રાખવાથી ફોન ઝડપથી ગરમ થવા લાગે છે
વધુ ગરમ થવાથી તમારા ફોનનું પર્ફોમન્સ ધીમું થઈ શકે છે, તમારી બેટરી ફૂલી શકે છે અને આગ લાગવાનું જોખમ પણ વધી શકે છે
ફોનને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં કે ગરમ કારમાં ન મુકો. તેને હંમેશા ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ રાખો
ફોન ચાર્જ કરતી વખતે ગેમિંગ, વિડીયો કોલિંગ અથવા નેટફ્લિક્સ જોવા જેવી પ્રવૃત્તિઓ ટાળો. આનાથી ફોનમાં ગરમી વધે છે
બિનજરૂરી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને ફોન ગરમ કરે છે. તેને બંધ કરવી
GPS, ગેમિંગ અથવા વિડીયો એડિટિંગ એપ્સ પ્રોસેસર પર ભાર મૂકે છે. ઉનાળામાં તેનો ઉપયોગ મર્યાદિત કરવો
જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય, તો તરત જ તેનું કવર દૂર કરો. ફક્ત હળવા અને હવાની અવરજવરવાળા કવરનો ઉપયોગ કરો
ફોન ઠંડી જગ્યાએ મૂકો પણ રેફ્રિજરેટરમાં નહીં. ફોન સામાન્ય તાપમાન પર ન આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરશો નહીં અથવા ફોન બંધ કરી શકાય છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર