સામાન્ય બજેટ 2024 નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ રજૂ કરવાના છે
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ bougette પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી
ભારતીય બંધારણની કલમ 112 અંતર્ગત આ કલમ હેઠળ સરકારે દર વર્ષે તેમની આવક અને ખર્ચનો હિસાબ આપવો ફરજીયાત છે
ભારતમાં બજેટ નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો દ્વારા તૈયાર કરવામાં આવે છે
પ્રથમ તબક્કામાં બજેટ સેક્શન બધા જ રાજ્ય-કેન્દ્રીય મંત્રાલય તમામ વિભાગોને એક પરિપત્ર જાહેર કરે છે. જેમાં તેમને અંદાજપત્ર તૈયાર કરવાનું કહે છે
બીજા તબક્કામાં આર્થિક અને મહેસુલી વિભાગ ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનોનો સંપર્ક કરી તેમના બજેટ અંગેના વિચારો જાણે છે
ત્રીજા અને છેલ્લા તબક્કામાં નાણા મંત્રાલય બજેટ નક્કી કરતી વખતે સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો મેળવે છે
એકત્રિત કરવામાં આવેલા આ ડેટા પરથી આગામી વર્ષ માટે આવક અને ખર્ચનો પ્લાન તૈયાર કરી બજેટ તૈયાર કરવામાં આવે છે