શું તમને પણ બપોરે જમ્યા બાદ સૂવાની ટેવ છે?
મોટાભાગના લોકો બપોરે ભોજન કર્યા બાદ 2-3 કલાક સૂવાનું પસંદ કરે છે.
સવારથી લઈને બપોર સુધી ઘરના જુદા-જુદા કાર્યોમાં વ્યસ્ત રહ્યા બાદ લોકો થાક અનુભવે છે. તેથી ઘણી વખત લોકો લંચ કર્યા બાદ સૂઈ જાય છે.
આયુર્વેદ અનુસાર જમ્યા બાદ તાત્કાલિક સૂવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કેમ કે આનાથી આરોગ્ય અને શરીર પર ખરાબ પ્રભાવ પડે છે.
જો તમને હંમેશા ભોજન કર્યા બાદ ઊંઘ આવતી હોય તો આટલી વાતો જરૂર જાણી લેજો.
ભોજન કર્યા બાદ તાત્કાલિક સૂવાથી થતા રોગોનું જોખમ રહે છે.
આનાથી શરીરમાં ફેટ અને વોટર એલિમેન્ટ વધી જાય છે.
તમારી પાચનશક્તિ ખરાબ થઈ શકે છે. મેટાબોલિઝ્મ કમજોર પડી શકે છે. ડાયાબિટીસ, મેદસ્વીપણુ, વજન વધવુ અને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર, જે લોકો વધુ શારીરિક શ્રમ કરે છે, જેમ કે વૃદ્ધ અને બાળકો, તે લોકો 48 મિનિટની ઊંઘ લઈ શકે છે. જે લોકો બપોરે જમતા નથી, તે લોકો પણ સૂઈ શકે છે.