રાવણ દહનની રાખના કરો આ ઉપયોગ, જે આપશે શાંતિ સમૃદ્ધિ અને સલામતી.

સોર્સ : gstv

દર વર્ષે દશેરાનો તહેવાર અસુર સામે દૈવી શક્તિના વિજયના પ્રતિકના રૂપે ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ રાવણનુ પૂતળું બનાવીને તેને સળગાવામાં આવે છે અને આ રાવણ દહનની રાખથી ઘણા લાભો થઈ શકે છે. આવો જાણીએ આ ચમત્કારી ઉપાયો વિશે.

સોર્સ : gstv

ઘરમાં સકારાત્મક ઉર્જાનો થાય છે પ્રવેશ: રાવણ દહનની રાખને ઘરના મુખ્ય દરવાજે અથવા પૂજાના સ્થળ પર હળવેથી છાંટો. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે.

સોર્સ : gstv

ખરાબ નજર અને નકારાત્મકતાથી સુરક્ષા: રાખને લાલ કપડાં અથવા નાના પેકેટમાં રાખી તેને પોતાની પાસે રાખો. આ નકારાત્મકતા અને ખરાબ નજરથી સુરક્ષા આપે છે.

સોર્સ : google

માનસિક શાંતિ માટે ઉપયોગી: રાખને એક નાના વાટકામાં રાખીને રોજ ધ્યાન અથવા પૂજાના સમયે પાસે રાખો. આ માનસિક શાંતિ આને સકારાત્મક વિચારધારાને વધારે છે.

સોર્સ : gstv

આર્થિક સમૃદ્ધિ વધારવા માટે: રાવણ દહનની રાખને ધન રાખવાના સ્થાને અથવા પર્સમાં રાખી શકીએ. આનાથી ઘરમાં ધન અને સમ્પન્નતા વધે છે.

સોર્સ : gstv

સબંધોમાં ખુશહાલી લાવવા માટે: ઘરમાં રાખને પૂજા સ્થળ અથવા કોઈ અન્ય શુભ સ્થળે રાખો. જેનાથી પારિવારિક સબંધોમાં ખુશી બની રહે છે.

સોર્સ : gstv

પરીક્ષા અથવા કામની સફળતા માટે: રાખને પોતાના અધ્યયન સ્થાન આથવા ઓફિસમાં રાખો. આ ઉર્જા વધારે છે અને મહેનતનું પરિણામ પણ સારી રીતે આવે છે.

સોર્સ : gstv

સારા આરોગ્ય અને રોગ મુક્ત જીવન માટે: રાવણ દહનની રાખને હળવા પાણીમાં ભેળવીને છોડની આસપાસ છાટવાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને રોગનો પ્રભાવ ઓછો થાય છે.

સોર્સ : gstv

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

સોર્સ : google