ટીવી અને બોલિવૂડ એક્ટર વિકાસ સેઠીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં દુનિયાને અલવિદા કહી દીધું. હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. આ દિવાળીમાં વિકાસનું ઘર ઉજ્જડ રહેશે.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી ડોલી સોહીનું આ વર્ષે કેન્સરને કારણે અવસાન થયું હતું. ડોલી લાંબા સમયથી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ દિવાળીએ તેમનું ઘર-આંગણું પણ વિરાન રહેશે.
પોતાની ગઝલથી બધાને દિવાના બનાવનાર ગાયક પંકજ ઉધાસનું આ વર્ષે ફેબ્રુઆરીમાં નિધન થયું હતું. આ વર્ષે તેમના ઘરે પણ દિવાળી ઉજવવામાં આવશે નહીં.
ટીવીની સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા એક્ટર ઋતુરાજ સિંહનું આ વર્ષે ફેબ્રુઆરીમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. ઋતુરાજના ઘરે પણ નહીં થાય દિવાળીની ઉજવણી
દંગલ ફિલ્મમાં કામ કરનાર સુહાની ભટનાગરનું આ વર્ષે અવસાન થયું હતું. દિવાળી પર તેમનું ઘર પણ સૂનું રહેશે.
ટીવી શો ઉડાનની અભિનેત્રી કવિતા ચૌધરીએ પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું. આ વર્ષે તેમના ઘરે પણ દિવાળી ઉજવવામાં આવશે નહીં.
ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અતુલ પરચુરેનું આ મહિને એટલે કે ઓક્ટોબરમાં અવસાન થયું હતું. તેમને કેન્સર હતું.
બંગાળી અને હિન્દી ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવનાર શ્રીલા મજુમદારનું આ વર્ષે જાન્યુઆરીમાં નિધન થયું હતું.