અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ સરયૂના ઘાટે 25 લાખથી વધુ દીવા પ્રગટાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પૂજા કરી મંદિર પરિસરમાં દીપ પ્રગટાવીને દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
અવધ યુનિવર્સિટીના 30,000 સ્વયંસેવકોએ 25,12,882 દીવા પ્રગટાવીને નવો ઈતિહાસ રચ્યો હતો.
આ સાથે જ લગભગ 1 હજારથી વધુ લોકોએ સરયૂ નદીના કિનારે મહા આરતી કરી રેકોર્ડ બનાવ્યો હતો.
દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા નગરી લાખો દીવા અને રંગબેરંગી રોશનીથી જળહળી ઉઠી હતી.
તો આ તરફ રામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા લેઝર શોમાં ભગવાન રામ અને હનુમાન ઉપરાંત રાવણને દર્શાવવામાં આવ્યા હતા