Met Gala 2025માં દિલજીતે મહારાજા ભૂપિન્દર સિંહને આપી ટ્રિબ્યુટ

એક્ટર-સિંગર દિલજીત દોસાંઝે મેટ ગાલા 2025માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જે હવે સતત ચર્ચામાં છે.

મેટ ગાલામાં દિલજીત મહારાજા લુકમાં જોવા મળ્યો હતો, જેને લોકોએ પસંદ કર્યો હતો અને તેની પ્રશંસા થઈ રહી છે.

મેટ ગાલામાં દિલજીતે ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરાયેલ વ્હાઈટ કલરનો આઉટફિટ પહેર્યો હતો.

પંજાબી રાજવીઓની ઝલક આપતા આઉટફિટમાં, દિલજીતે આઈવરી શેરવાનીથી પ્રેરિત અંગરખા પહેર્યું હતું.

આમાં, ગરદનના નીચેના ભાગને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો, જ્યારે બેલ્ટ અને સ્લીવ્ઝના છેડા પર હેન્ડ એમ્બ્રોઈડેડ ડિઝાઇન તેની સુંદરતામાં વધારો કરતી હતી. સિંગર આ આઉટફિટમાં ખરેખર મહારાજા જેવો લાગે છે.

દિલજીતે પોતાના આઉટફિટ દ્વારા પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આઉટફિટથી લઈને જ્વેલરી સુધી, બધું જ મહારાજાની સ્ટાઇલિંગ મુજબ હતું.

દિલજીતે ભારે એક્સેસરીઝ અને તલવાર સાથે પોતાનો મહારાજા લુક પૂર્ણ કર્યો હતો.

આઉટફિટમાં કેપને પર્સનલાઈઝ્ડ ટચ આપવમાં આવ્યો હતો. તેની પાછળ પંજાબનો નકશો હતો અને તેમાં ગુરુમુખી લખેલી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા દિલજીતે લખ્યું, 'હું છું પંજાબ.'

ભૂપિન્દર સિંહ પટિયાલાના મહારાજા અને ક્રિકેટર હતા. બ્રિટિશ ભારતના પટિયાલા રજવાડાના મહારાજા તરીકે તેમનું શાસન 1900થી 1938 સુધી ચાલ્યું હતું.