આઈપીએલના મોંઘા ખેલાડીઓ, પરંતુ ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

શમીનું પુનરાગમન અને અક્ષર પટેલને વાઇસ-કેપ્ટન્સી સોંપવી એ પસંદ કરાયેલી ટીમની મોટી હાઇ લાઇટ રહી.

પરંતુ, એક ખાસ વાત એ હતી કે IPL 2025માં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.

ઋષભ પંત અને શ્રેયસ અય્યર IPL 2025ના બે સૌથી મોંઘા ખેલાડી છે, પરંતુ તેમાંથી કોઈની પણ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી આવી.

આ સિવાય વેંકટેશ અય્યર અને યુઝવેન્દ્ર ચહલ પણ IPL 2025ના 5 સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે. પરંતુ, ટી-20 ટીમમાંથી આ બંનેના નામ પણ ગાયબ છે.

અર્શદીપ સિંહ IPL 2025ના 5 સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે, જેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થવાની છે, જેના માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે.