શું તમે જાણો છો કે આપણી પૃથ્વીનું હૃદય પણ ધબકે છે? જાણો પાતાળમાંથી આવતા આ રહસ્યમય અવાજનું રહસ્ય

આપણી પૃથ્વીનું હૃદય દર 26 સેકન્ડે ધબકે છે!1960ના દાયકાની શરૂઆતમાં,વૈજ્ઞાનિક જેક ઓલિવરે પહેલીવાર પૃથ્વી પરથી આવતો આ અવાજ સાંભળ્યો.

દર 26 સેકન્ડે પૃથ્વી પરથી એક અવાજ આવે છે, જે માનવ હૃદયના ધબકારા જેવો લાગે છે.

માનવજાત જીવંત રહેવા માટે, તેનું હૃદય સતત ધબકતું રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય માનવીની વાત કરીએ તો, તેનું હૃદય એક મિનિટમાં 72 વખત ધબકે છે.

લગભગ 60 વર્ષ પહેલાં,વૈજ્ઞાનિકોએ પૃથ્વીના કેન્દ્રમાંથી એક રહસ્યમય અવાજ સાંભળ્યો દર 26 સેકન્ડે પૃથ્વીમાં એક કંપન શોધી કાઢ્યું હતું. જોકે, આ અવાજ શું છે તે રહસ્ય રહે છે.

જેક ઓલિવરે પહેલી વાર પૃથ્વી પરથી આવતો અવાજ સાંભળ્યો. તે સમયે ઉપલબ્ધ ટેકનોલોજીની મદદથી, તેમણે શોધ્યું કે દર 26 સેકન્ડે પૃથ્વી પરથી એક અવાજ આવે છે, જે માનવ હૃદયના ધબકારા જેવો લાગે છે.

જેક ઓલિવર દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, આ તરંગો દક્ષિણ અથવા વિષુવવૃત્તીય એટલાન્ટિક મહાસાગરમાં ક્યાંકથી પૃથ્વીમાં પ્રવેશ કરે છે અને ઉત્તરી ગોળાર્ધમાં ઉનાળા દરમિયાન તેમની તીવ્રતા વધે છે.

1980 માં,અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી ગેરી હોલકોમ્બે પણ પૃથ્વી પરથી આવતો આ રહસ્યમય અવાજ સાંભળ્યો. પછી, 2005માં, કોલોરાડો યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અવાજ સાંભળ્યો. અને તેઓ પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે ગિનીના અખાત તરીકે તેના સ્ત્રોતને ઓળખવામાં સફળ રહ્યા.

વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીમાંથી આવતો આ રહસ્યમય અવાજ કાં તો પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોના અથડામણથી ઉત્પન્ન થાય છે અથવા આ અવાજ તરંગોને કારણે પણ આવી શકે છે.

બીજો સિદ્ધાંત કહે છે કે તે જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે પણ હોઈ શકે છે. જોકે, વૈજ્ઞાનિકો હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી કે પૃથ્વીની અંદરથી આવતો અવાજ ખરેખર શું છે.

પૃથ્વીની અંદરથી દર 26 સેકન્ડે થતું આ કંપન એકદમ સામાન્ય છે અને તેનાથી કોઈ ખતરો નથી. અને માનવી પણ તેને સરળતાથી અનુભવી શકતો નથી.

વૈજ્ઞાનિકો માને છે કે જો આ કંપન પાછળનું સાચું કારણ જાણી શકાય તો ઘણા રહસ્યો ખુલી શકે છે.