શું અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાનું સિદ્ધાંત ચતુર્વેદી સાથે બ્રેકઅપ થઈ ગયું? 2 વર્ષથી હતા સાથે

સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા લાંબા સમયથી તેમના સંબંધોના સમાચારોને લઈને ચર્ચામાં છે. જો કે બંનેએ આ બાબતે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી.

ઘણી વખત બંને તેમના વેકેશનના ફોટા શેર કરતા હતા અને ફોટો જોઈ ચાહકોને ખબર પડી જતી કે બંને એક જ જગ્યાએ છે, પરંતુ એકસાથે ફોટો શેર કરતા નથી.

વર્ષ 2022થી તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતા, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે તેમના ચાહકો માટે સારા નથી.

એવા અહેવાલો છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. અહેવાલ મુજબ, બંનેએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

જો કે, બંનેએ નક્કી કર્યું છે કે ભલે તેઓ અલગ થઈ રહ્યા હોય, પરંતુ તેઓ મિત્રો તરીકે સારો સંબંધ જાળવી રાખવા માંગે છે.

સિદ્ધાંતની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળ્યો હતો.

હવે તે ધડક 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં છે.

આ નવી જોડીને ઓનસ્ક્રીન જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.