શનિવારે RCB સામે મેચ હારીને IPL 2024ની પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ ધોનીએ નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના શાંત સ્વભાવ અને શાનદાર કેપ્ટનશિપના દરેક લોકો વખાણ કરે છે.

ધોની ક્રિકેટના ઈતિહાસમાં ICCની તમામ વ્હાઈટ-બોલ ટુર્નામેન્ટ એટલે કે ICC T20 વર્લ્ડ કપ (2007), ICC ODI વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતનાર પ્રથમ કેપ્ટન છે.

'કેપ્ટન કૂલ'ના નામથી ઓળખાતા ધોનીએ CSKને 5 IPL અને બે ચેમ્પિયન્સ લીગ T20 (CL T20) ટાઈટલ પણ અપાવ્યા છે.

તાજેતરમાં ધોનીએ કહ્યું કે, તમે ઉતાર-ચઢાવ દરમિયાન ઉદાહરણ બનીને નેતૃત્વ કરો છો કારણ કે જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે તે કહેવું ખૂબ જ સરળ છે કે અમે આ જ કરીએ છીએ.

જ્યારે તમારો ખરાબ સમય હોય ત્યારે તમે પહેલા જેવું જ વર્તન કરો છો તો તે સમયે તમે સમ્માન પ્રાપ્ત કરો છો.

ધોનીએ આગળ કહ્યું કે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તમારે એ લોકોનું સમ્માન મેળવવાની જરૂર છે જેનું તમે નેતૃત્વ કરી રહ્યા છો. તમે સમ્માનની માંગ ન કરી શકો, તેને પ્રાપ્ત કરવું પડે છે.

IPL 2024માં ધોની એ 11 ઈનિંગ્સમાં 220.54ની સ્ટ્રાઈક રેટ અને 53.67ની એવરેજથી 161 રન બનાવ્યા છે.

RCB સામેની નિર્ણાયક મેચમાં ધોનીએ લગભગ ચાર ઓવર બેટિંગ કરીને 192.31ની સ્ટ્રાઈક રેટથી 25 રન બનાવ્યા હતા.