IPL 2024માં સૌથી લાંબી સિક્સ MS ધોનીએ ફટકારી છે. ધોનીએ શનિવારે બેંગલુરૂ સામે યશ દયાલની છેલ્લી ઓવરના પહેલા બોલ પર 110 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. જોકે, મેચમાં સીએસકેનો પરાજય થયો હતો.
IPL 2024ની ચોથી સૌથી લાંબી સિક્સ પણ 106 મીટર હતી. વેંકટેશ અય્યરે બેંગલુરૂ સામે 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
IPL 2024ની બીજી સૌથી લાંબી સિક્સ દિનેશ કાર્તિકે હૈદરાબાદ સામે ફટકારી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્તિકે 108 મીટર લાંબી સિક્સ મારી હતી.
નિકોલસ પૂરને 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. પૂરને પણ બેંગલુરૂ સામે ગગનચૂંબી છગ્ગો ફટકાર્યો હતો.
આ સિઝનની ત્રીજી સૌથી લાંબી સિક્સ હેનરિક ક્લાસને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ફટકારી હતી. જેની લંબાઈ 106 મીટર હતી.
રાજસ્થાન રોયલ્સના શિમરોન હેટમાયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.