ધોની IPLના ઈતિહાસમાં 150 જીતનો હિસ્સો બનનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ અત્યાર સુધી આ આંકડાને સ્પર્શી નથી શક્યા.

હૈદરાબાદ સામેની મેચમાં ધોની એક ખેલાડી તરીકે 150મી IPL જીતનો હિસ્સો બન્યો હતો.

આ દરમિયાન ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 135 જીત અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ માટે 15 જીતનો ભાગ હતો.

જ્યારે આ યાદીમાં જાડેજા અને રોહિત 133 જીત સાથે બીજા તથા ત્રીજા, દિનેશ કાર્તિક અને સુરેશ રૈના 125 જીત સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે.

ચેન્નાઈની ટીમ પર 2016 અને 2017 દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ધોની રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટનો હિસ્સો બન્યો હતો.

એમએસ ધોની IPL 2024માં અત્યાર સુધી અણનમ છે. કોઈ બોલર તેની વિકેટ નથી લઈ શક્યો.

માહીએ અત્યાર સુધી સાત ઈનિંગ્સમાં બેટિંગ કરી છે જેમાં તેણે 259.46ના સ્ટ્રાઈક રેટથી 96 રન બનાવ્યા છે.

ધોનીનો હાઈ સ્કોર 16 બોલમાં 36 રનનો રહ્યો છે, જે તેણે આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો.