વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ધોનીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે સેન્ટા ક્લોઝ બનેલો જોવા મળે છે.

ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે જેમાં ધોની દીકરી માટે સેન્ટા ક્લોઝ બનેલો છે.

ધોનીની દીકરી ઝીવાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધોની સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.

ધોની પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે અને કેટલાક મિત્ર પણ સાથે છે.

ધોની દર વખતે ક્રિસમસની ઉજવણી કરે છે. આ પહેલા પણ તે સેન્ટા ક્લોઝના લુકમાં જોવા મળી ચુક્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને પણ એક તસવીર શેર કરી છે જેમાં તે સેન્ટા ક્લોઝ બનેલા ધોની સાથે જોવા મળી રહી છે.

ધોની અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર છે. તે હવે IPL 2025માં રમતો જોવા મળશે.