ધરોઈ ડેમ વિસ્તાર ઉત્તર ગુજરાતનું એક આગવું પ્રવાસન કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.
1041 કરોડના ખર્ચે ધરોઇ ડેમને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
ધરોઇ ડેમને એ રીતે વિકસિત કરવામાં આવી રહ્યું છે કે વિશ્વભરના પ્રવાસી અહીં આવશે અને એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકશે.
આ વિકાસ યોજનામાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરિના, રિવર એજ ડેવલપમેન્ટ લેજર શો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિથ એમ્ફીથિયેટર, પંચતત્ત્વ પાર્ક અને નાદ બ્રહ્મ ઉપવન જેવા વિવિધ પાર્ક બનાવવામાં આવશે.
આ સિવાય વિઝિટર સેન્ટર અને વોટર એક્સપીરિઅન્સ પાર્ક જેવા આકર્ષણ પણ સામેલ છે.
ઉત્તર ગુજરાતને મુખ્ય પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવાનું લાંબા ગાળાનું વિઝન છે, જેમાં ધરોઈ કેન્દ્ર બિંદુ છે.
ધરોઇ ડેમ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.