આજે પણ આપણાં સમાજમાં એવી અનેક વિચિત્ર પ્રથાઓ છે, જેના વિશે સાંભળીને આપણે વિશ્વાસ નહીં થાય કે 21મી સદીમાં આaવી વસ્તુઓ પણ હોય છે.

ભારત વિવિધ સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો દેશ છે. અહીં જુદા-જુદા ભાગોમાં વિવિધતા જોવા મળે છે.

ભારતમાં એક એવો ક્ષેત્ર છે જ્યાં તમે બોલી લગાવીને પત્ની ખરીદી શકો છો.

તેના માટે તમારે અહીં રીતસરનું એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે કે મહિલા તેમની સાથે કેટલા દિવસ રહેશે.

આ વિચિત્ર પ્રથા મધ્યપ્રદેશમાં આવેલા શિવપુરી જિલ્લામાં જોવા મળે છે. અહીં કુંવારી યુવતીઓથી લઈને પરિણીત મહિલાઓ સુદ્ધાં ભાડા પર મળે છે.

આ બધુ અહીંની સ્થાનિક પ્રથાનો એક ભાગ છે, જેને ધડીચા પ્રથાના નામથી ઓળખવામાં આવે છે.

આ સોદા માટે ખરીદદાર પુરુષ અને વેચાતી મહિલા વચ્ચે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવે છે.