ટીમ ઈન્ડિયા ફાઈનલ જીતશે તો પણ નહીં મળે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો કારણ
આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતવાની જંગ થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર વધુ એક ટાઈટલ જીતવા પર હશે. જો ટીમ ઈન્ડિયા ઈ ફાઈનલ જીતશે તો તેને કરોડો રૂપિયાની ઈનામી રકમ પણ મળશે.
પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પણ ટીમ ઈન્ડિયા ટ્રોફી ભારત નહીં લાવી શકે. આ પાછળ એક મોટું કારણ છે.
કોઈપણ ICC ઈવેન્ટમાં જીતનારી ટીમને ઓરિજનલ ટ્રોફી નથી આપવામાં આવતી. તેની બદલે એક રેપ્લિકા ટ્રોફી આપવામાં આવે છે, જે ઓરિજનલ જેવી હોય છે.
આ રેપ્લિકા ટ્રોફી પર તે વર્ષનો લોગો હોય છે જેમાં ટૂર્નામેન્ટ યોજાય છે અને તે ચોક્કસ ટૂર્નામેન્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે ઓરિજનલ ટ્રોફીમાં ફક્ત ટૂર્નામેન્ટનો લોગો હોય છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ઓરિજનલ ટ્રોફી ફક્ત ફોટોશૂટ માટે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને દુબઈમાં ICC મુખ્યાલયમાં રાખવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ભારતે 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે પણ ટીમ ઈન્ડિયા રેપ્લિકા ટ્રોફી સાથે ભારત પરત ફરી હતી. આ ટ્રોફી BCCIની ઓફિસમાં રાખવામાં આવી છે.