Honda Activaની માંગ ઘટી, લોકોએ મોટી સંખ્યામાં ખરીદ્યું આ સસ્તું સ્કૂટર

ભારતીય બજારમાં સ્કૂટરની માંગ હંમેશા રહી છે. તેની ઓછી કિંમત, ઓછી જાળવણી અને ઉપયોગિતાને કારણે, સ્કૂટર લગભગ દરેક પરિવાર માટે જરૂરી છે.

જ્યારે પણ સ્કૂટરની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં એક નામ સૌથી પહેલા આવે છે, અને તે છે હોન્ડા એક્ટિવા. પરંતુ ગયા ફેબ્રુઆરીમાં એક્ટિવાની માંગમાં ઘટાડો થયો છે.

જ્યારે ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય સ્કૂટરોએ ગતિ પકડી છે. તો ચાલો ફેબ્રુઆરીમાં વેચાયેલા ટોચના 5 સ્કૂટર જોઈએ-

Honda Dio પાંચમા સ્થાને છે. કંપનીએ ફેબ્રુઆરીમાં કુલ 16028 યુનિટ વેચ્યા છે. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વેચાયેલા 29,649 યુનિટ કરતા 45% ઓછું છે.

TVS Ntorq ચોથા સ્થાને છે. ફેબ્રુઆરીમાં કુલ 20,992 યુનિટ વેચાયા હતા, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વેચાયેલા 24,911 યુનિટ કરતા 15% ઓછા છે.

Suzuki Accessમાં 4% નો નજીવો વધારો થયો છે અને તે ત્રીજા સ્થાને છે. ફેબ્રુઆરીમાં તેના 59,039 યુનિટ વેચાયા હતા, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 56,473 યુનિટ હતા.

TVS Jupiterમાં 40 %નો મોટો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરીમાં કુલ 1,03,576 યુનિટ વેચાયા હતા. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 73,860 યુનિટ હતું.

Honda Activaના વેચાણમાં 13%નો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં કુલ ૧,૭૪,૦૦૯ યુનિટ વેચાયા હતા, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 2,00,134 યુનિટ વેચાયા હતા.