દીપ્તિ શર્માએ તોડ્યો ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ

સોર્સ : ESPNcricinfo

ભારત અને શ્રીલંકાની વિમેન્સ ટીમો વચ્ચે 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા માટે ખાસ હતી. આ મેચમાં તેણે એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

સોર્સ : ESPNcricinfo

દીપ્તિ શર્માએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી, તેણે 4 ઓવરમાં 28 રન આપી અને 1 વિકેટ લીધી હતી. આ તેની T20Iમાં 152મી વિકેટ હતી.

સોર્સ : ESPNcricinfo

આ વિકેટ સાથે દીપ્તિ શર્માએ વિમેન્સ T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેગન શૂટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

સોર્સ : Google

મેગન શૂટે T20I ક્રિકેટમાં કુલ 151 વિકેટ લીધી છે. દીપ્તિ શર્માએ ચોથી મેચમાં આ રેકોર્ડની બરાબરી કરી હતી અને હવે તેને પાછળ છોડી દીધી છે.

સોર્સ : Google

દીપ્તિ શર્માની નજર હવે વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા પર હશે. આ માટે તેણે હજુ 22 વિકેટની જરૂર છે.

સોર્સ : Google

દીપ્તિ શર્માએ વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 334 વિકેટ લીધી છે, જ્યારે ઝુલન ગોસ્વામી 355 વિકેટ સાથે યાદીમાં ટોપ પર છે.

સોર્સ : Google