દીપિકા પાદુકોણે દીકરીને જન્મ આપ્યા બાદથી સતત ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાએ કરિયરમાં ઘણી મોટી ફિલ્મોને રિજેક્ટ કરી છે.

દીપિકા પાદુકોણને આમિર ખાનની ફિલ્મ ધૂમ 3માં પણ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેણે કામ કરવાની ના પાડતા કેટરિના કૈફને જગ્યા મળી હતી.

રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટાર માટે પણ દીપિકા પહેલી પસંદ હતી. જોકે, તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં નરગીસ ફખરીને ફિલ્મમાં લેવામાં આવી હતી.

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે દીપિકા પાદુકોણ પહેલી પસંદ હતી. તેણે ના પાડતાં આલિયાને ઓફર થઈ. આલિયા ભટ્ટે આ ફિલ્મમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું.

સલમાન ખાનની ફિલ્મ સુલતાન માટે દીપિકા પાદુકોણને ઑફર મળી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી હતી. બાદમાં અનુષ્કા શર્મા જોવા મળી હતી.

શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ તક હૈ જાન' માં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ જોવા મળી હતી. જોકે કેટરીનાના રોલ માટે સૌથી પહેલા દીપિકા પાદુકોણને પસંદ કરવામાં આવી હતી.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ એ હોલીવુડ ફિલ્મોમાંથી એક છે જેને ભારતમાં ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મના સાતમા પાર્ટ માટે દીપિકાને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે આ ઓફર ફગાવી દીધી હતી.