એક તરફ હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ગયા છે. ભારતીય ટીમનો ખેલાડી દીપક હુડ્ડા લગ્નના બંધનમાં બંધાયો.

દીપકે લખ્યું પોસ્ટમા લખ્યું કે, નવ વર્ષની રાહ જોયા પછી, દરેક ક્ષણ, દરેક સ્વપ્ન અને દરેક વાતચીત અમને આ સુંદર દિવસ તરફ લઈ ગઈ.

દીપકે એક ખાનગી સમારંભમાં હિમાચલની તેની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા ફર્યા.

દીપક હુડ્ડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. સાથે એક સુંદર સંદેશ પણ લખ્યો છે.

આ ફંક્શનમાં પરિવારના સભ્યો સાથે કેટલાક મિત્રોએ હાજરી આપી હતી.

દીપક હુડ્ડાએ ભારતીય ટીમ માટે 10 વન-ડે અને 21 ટી-20 મેચ રમી છે. જેમાં દીપકે વન-ડેમાં 153 અને T20Iમાં 368 રન બનાવ્યા છે.