બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જગમગતી દુનિયામાં એવા અનેક સેલેબ્સ છે, જેમનું મોત એક વણઉકેલાયું રહસ્ય બનીને રહી ગયું છે. કોણ છે આ સેલેબ્સ જાણીએ...
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના આપઘાત કર્યો હતો. સુશાંતના પરિવાર મુજબ તેણે આપઘાત નથી કર્યો એટલે તેમણે આ બાબતે CBI તપાસની માગ કરી હતી. પરંતુ આજ સુધી તેનું મોત રહસ્ય બનેલું છે.
વર્ષ 2013માં માત્ર 25 વર્ષની ઉંમરમાં જિયા ખાને આપઘાત કર્યો હતો. જિયાના પરિવારને પણ એવું જ લાગતું હતું કે તેણે આપઘાત નથી કર્યો, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ દુર્ઘટના હતી કે કાવતરું એ વિશે હજી જાણી નથી શકાયું.
24 ફેબ્રુઆરી 2018માં દુબઈના બાથટબમાં ડૂબવાને કારણે શ્રીદેવીનું મોત થયું હતું, પરંતુ આજે પણ લોકો આ વાત ઉપર વિશ્વાસ નથી કરી શકતા કે બાથટબમાં ડૂબવાથી કોઈનું મોત થઈ જાય.
વર્ષ 1993માં માત્ર 19 વર્ષની ઉંમરમાં દિવ્ય ભારતીનું મોત તેના ઘરના 5મા માળેથી પડીને થઈ ગયું હતું. તેણે આપઘાત કર્યો કે પછી તે પગ લપસી ગયો અથવા કોઈએ તેને ધક્કો માર્યો આ રહસ્ય પરથી આજ સુધી પડદો નથી ઉઠ્યો.
વર્ષ 2005માં એક બંધ રૂમમાં પરવીન બાબીની લાશ મળી હતી. પોસ્ટમાર્ટમ રિપોર્ટ મુજબ પરવીન બાબીનું મોત ભૂખ અને ડાયબિટીઝના કારણે થયું હતું. જોકે, એક એક્ટ્રેસનું મોત ભૂખના કારણે થાય એવું લોકો માનવા તૈયાર નથી.