99 રૂપિયામાં રાજકોટના ગેમિંગ ઝોનમાં ખરીદ્યું મોત

રાજકોટમાં શનિવારે એક ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે 12 બાળકો સહિત 32 લોકોના મોત થયા છે

ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ સ્કીમ ચાલી રહી હતી.અને વિકેન્ડ હોવાથી અનેક લોકો આનંદ માણવા આવ્યા હતા.

ટીઆરપી ગેમિંગ ઝોનમાં જ્વલનશીલ પદાર્થોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો અને તેની પાસે ફાયર એનઓસી પણ નથી.

રિપોર્ટ અનુસાર ત્યાં હજારો લિટર પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું.

ગેમ ઝોનનો ડોમ કાપડ અને ફાઇબરનો બનેલો હતો. સ્ટ્રક્ચર લાકડા, ટીન અને થર્મોકોલ શીટ્સથી બનેલું હતું. ફ્લોર પર રબર, રેઝિન અને થર્મોકોલ પણ હતું.

પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ ગેટ હતો. જેના કારણે આગ લાગ્યા બાદ લોકો આસાનીથી બહાર નીકળી શક્યા ન હતા.

પ્રત્યક્ષદર્શીએ દર્દનાક ઘટનાનું વર્ણન કરતા વધુમાં કહ્યું હતું કે લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા, પણ કોઈ બહાર નીકળવાનો રસ્તો જ દેખાઈ રહ્યો ન હતો, આ ઉપરાંત આગ ઓલવવાના સાધન કે એવી વસ્તું કશું દેખાતું ન હતું

રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ હાઉસમાં 32 મૃતદેહો લાવવામાં આવ્યા છે.

આ તમામનું પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેથી તેમની ઓળખ થઈ શકે.

ડીએનએ મેચિંગ માટે મૃતકના સ્વજનોના સેમ્પલ લેવાની કામગીરી પણ ચાલી રહી છે.

દુર્ઘટના બાદ ઘટના સ્થળે પોતાના લાડક્વાયા માટે વલખાં મારતાં પરિજનો જોવા મળ્યા હતા.