ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો ધમાકો, બનાવ્યો આ રેકોર્ડ

ફેમસ ફૂટબોલર રોનાલ્ડો જ્યાં પણ જાય છે, દરેક જગ્યાએ તેનો જાદુ જોવા મળે છે. ફૂટબોલ હોય કે સોશિયલ મીડિયા, તેના ચાહકો તેને દરેક જગ્યાએ પ્રેમ કરે છે

Instagram ની જેમ X પર પણ તે નંબર 1 પર નથી, પરંતુ તેનું નામ ટોપ-3માં ચોક્કસપણે છે. એલોન મસ્ક અને બરાક ઓબામા પછી, તેઓ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે. આ સોશિયલ મીડિયા પર તેને સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 676 મિલિયન ફોલોઅર્સ છે.

રોનાલ્ડોએ હવે તેની યુટ્યુબ ચેનલ Ur Cristiano ના નામે શરૂ કરી છે. તેણે આવતાની સાથે જ અહીં પણ ધડાકો કર્યો હતો. આ ચેનલ વૈશ્વિક ચાહકો માટે છે અને તેઓ તેમના જીવનની બીજી બાજુ જોઈ શકશે.

તેણે માત્ર 90 મિનિટમાં આટલા બધા સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા. અને રેકોર્ડ બનાવ્યો છે.

રોનાલ્ડોએ 12 કલાકની અંદર 10 મિલિયનનો આંકડો પાર કરી લીધો હતો. તેણે ચેનલ લોન્ચ કર્યાને 24 કલાક પણ પસાર થયા નથી અને તેના 12.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. 35 મિલિયનથી વધુ વ્યુઝ પણ મળ્યા છે

રિપોર્ટ અનુસાર, સરેરાશ એક YouTuber 10 લાખ વ્યૂ માટે 6000 ડોલર સુધીની કમાણી કરે છે

આ હિસાબે, રોનાલ્ડોએ અત્યાર સુધીમાં 2 લાખ 10 હજાર ડોલર એટલે કે 1.76 કરોડની કમાણી કરી છે.

રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં તે 3 મિલિયન ડોલર એટલે કે 25 કરોડ પ્રતિ મહિને કમાઈ શકે છે.

રોનાલ્ડો સૌથી ઝડપી 1 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચનાર વ્યક્તિ બની ગયો છે.