જસપ્રિત બુમરાહ જ નહીં આ ક્રિકેટરે પણ ટીવી એન્કર સાથે કર્યા છે લગ્ન
T20 વર્લ્ડ કપમાં ભારતની જીત વચ્ચે જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનની જોડીની ચર્ચા થઈ રહી છે. જીત બાદ સંજનાએ લીધેલા બુમરાહના ઇન્ટરવ્યુને લોકો 'કપલ ગોલ્સ' કહી રહ્યા છે.
આજે અમે તમને જસપ્રિત અને સંજના જેવા જ અન્ય કપલ્સ વિશે જાણીશું, જેમાં પતિ ક્રિકેટર અને પત્ની ટીવી એન્કર કે પ્રેઝેન્ટર છે.
જસપ્રિત અને સંજનાની પહેલી મુલાકાત 2013-14માં થઈ હતી. જ્યારે MI અને CSKની મેચ બાદ સંજનાએ જસપ્રિતનો ઇન્ટરવ્યુ લીધો હતો.
શેન વોટ્સનની પત્ની લી ફરલોંગ ફોક્સ ન્યુઝની એન્કર હતી. 2009માં જ્યારે તેમની પહેલી મુલાકાત થઈ ત્યારે ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે બંને નજીક આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગે ટીવી એન્કર એરીન હોલેન્ડ સાથે લગ્ન કર્યા છે. 24 વર્ષની ઉંમરમાં હોલેન્ડ મિસ ઓસ્ટ્રેલિયા પણ રહી ચૂકી છે.
ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલની પત્ની લૌરા મેકગોલ્ડરીક સ્કાય સ્પોર્ટ્સની એન્કર હતી. 2011માં તે 'ધ ક્રિકેટ શો'ને હોસ્ટ કરી રહી હતી, ત્યારે તેમની મુલાકાત થઈ હતી.
સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ની મોર્કલની પત્ની રોઝ કેલી ચેનલ 9માં એન્કર હતી. તેમની મુલાકાત 2012માં થઈ હતી. 2014માં મોર્કલે દુબઈમાં રોઝને પ્રપોઝ કર્યું હતું. 2018માં મોર્કલ ઈન્ટરનેશનલ ક્રિકેટને ગુડબાય કહીને રોઝ સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયો હતો.
શોન માર્શે 2013માં ચેનલ 7ની એન્કર રેબેકાને પ્રપોઝ કર્યું હતું. જે બાદ એપ્રિલ 2015માં બંનેએ લગ્ન કર્યા હતા. શોન અને રેબેકાને ત્રણ બાળકો છે.
સ્ટુઅર્ટ બિન્ની અને મયંતીની લવ સ્ટોરીની શરૂઆત ICLની મેચ દરમિયાન થઈ હતી. બિન્ની ICLની હૈદરાબાદ ટીમ તરફથી રમી રહ્યો હતો. મયંતીએ ક્રિકેટ સિવાય ફિફા વર્લ્ડ કપ-2010 અને કોમન વેલ્થ ગેમ્સ-2010 પણ હોસ્ટ કરી છે.