ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. દોઢ વર્ષ ડેટ કર્યા બાદ 2021માં લગ્ન કર્યા.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને ફોક્સ રિપોર્ટર લી ફરલોંગ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા
સ્પોર્ટ્સ એન્કર- જર્નાલિસ્ટ મયંતિ લેંગરના લગ્ન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની સાથે થયા છે. સ્ટુઅર્ટને પહેલી નજરમાં જ મયંતિ સાથે પ્રેમ થઈ ગયો.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર રોઝ કેલી સાથે લગ્ન કર્યા છે. મોર્ને 2014 IPL ટૂર્નામેન્ટ દરમિયાન રોઝને પ્રપોઝ કર્યું હતું.
બેન કટિંગે ટીવી હોસ્ટ એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા છે. એરિન ક્રિકેટ સહિત વિવિધ સ્પોર્ટ્સના પ્રોગ્રામ હોસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત તે મોડલ અને સિંગર પણ છે.
ન્યુઝિલેન્ડના બેટર માર્ટિન ગુપ્ટિલે સ્પોર્ટ્સ એન્કર લોરા મેકગોલ્ડરિક સાથે લગ્ન કર્યા છે. લોરા એક ક્રિકેટ શોમાં ઈન્ટરવ્યૂ દરમિયાન નવર્સ હતી. ત્યારે માર્ટિને ઉત્સાહ વધારતા મિત્રતા થઈ હતી.