દેશની સૌથી ધનિક અભિનેત્રી, સંપત્તિ એટલી કે SRKના મન્નત જેવા 23 બંગલા ખરીદી શકે

હુરુન ઈન્ડિયાએ અમીરોની યાદી જાહેર કરી હતી, જેમાં બોલિવૂડની એક સુંદરીનું નામ પણ ભારતના ટોચના અમીર સ્ટાર્સમાં સામેલ છે.

2024માં દેશની સૌથી અમીર અભિનેત્રી બીજી કોઈ નહીં પણ જૂહી ચાવલા છે. હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર જુહીની પાસે 4600 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જૂહી ચાવલાની પાસે એટલી સંપત્તિ છે કે શાહરુખ ખાનના મન્નત જેવા 23 બંગલા બનાવી શકાય છે અથવા ખરીદી શકે છે. SRKના બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા છે.

જુહી ચાવલા ભલે હવે ફ્લોપ થઈ રહી હોય, પરંતુ તેને લક્ઝરી લાઈફ જીવવી ગમે છે. તેની પાસે મલબાર હિલ્સ પર 9 માળનું આલીશાન ઘર છે, જે અંદરથી એકદમ ક્લાસી લાગે છે.

જુહી ચાવલાની પાસે કરોડોની કિંમતની કાર છે. તેની પાસે Aston Martin Rapide, BMW 7, Mercedes-Benz S Class, Jaguar XJ, Porsche Cayenne વગેરે જેવી કાર છે.

જુહી ચાવલાના પતિ જય મહેતાનો ગુજરાતમાં પણ બંગલો છે. હાથથી કોતરેલી ચૂનાના પથ્થરની ઈંટોથી બનેલી આ હવેલીને ચન્ના દાસવતે દ્વારા ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. આ ખૂબ જ સુંદર છે.

જુહી ચાવલાની સંપત્તિ વધી રહી છે. તેની સંપત્તિમાં આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કારણે વધારો થઇ રહ્યો છે. તેમાં તેનો હિસ્સો છે. તે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પણ ભાગીદાર છે.

જુહી ચાવલા હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. તે હવે મુખ્ય પાત્ર ભજવી રહી નથી. જોકે 15 વર્ષથી તેની પાસે કોઈ હિટ ફિલ્મ નથી.