એવા 10 દેશો જ્યાં હિજાબ ન પહેરવા પર આપવામાં આવે છે સજા
ઈરાનઃ અહીં મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. જાહેર સ્થળોએ માથું અને શરીર ઢાંકેલા હોવા જોઈએ. આદેશનો અનાદર કરવાથી 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
સાઉદી અરેબિયા: અહીં મહિલાઓ માટે જાહેર સ્થળોએ અબાયા અને હિજાબ પહેરવો ફરજિયાત છે. અહીં વિદેશી મહિલાઓને પણ માથું ઢાંકીને રાખવું પડે છે. નહીં તો દંડ અથવા ધરપકડ પણ થઈ શકે છે.
અફઘાનિસ્તાન: તાલિબાન શાસનના આગમન પછી અફઘાનિસ્તાનમાં મહિલાઓએ આખું શરીર ઢંકાઈ જાય તેવો બુરખો પહેરવો ફરજિયાત છે. અહીં ચહેરો પણ ઢાંકવો પડે છે.
કુવૈતઃ મુસ્લિમ દેશ કુવૈતમાં પણ હિજાબ કે બુરખો પહેરવો ફરજિયાત છે. જાહેર સ્થળે આનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને દંડ ભરવો પડી શકે છે.
ઈજિપ્તઃ પ્રાચીન સભ્યતા ધરાવતા આ દેશમાં હિજાબનો વિરોધ કરી શકાતો નથી. આમ કરવા બદલ જેલની સજાની જોગવાઈ છે.
તુર્કિયેઃ મુસ્લિમ દેશોના મોટા હિમાયતી બનેલા તુર્કિયેમાં પણ હિજાબ પહેરવો પડે છે. જો કે સરકારી સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બાંગ્લાદેશઃ ભારતના આ પાડોશી દેશમાં મહિલાઓ પાસે હિજાબ પહેરવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે.
ઉઝબેકિસ્તાનઃ મહિલાઓ માટે ઉઝબેકિસ્તાનના નિયમો પણ ઘણા કડક છે. અહીં જાહેર સ્થળે હિજાબ ન પહેરવા બદલ દંડ થઈ શકે છે.
જોર્ડન: વિશ્વમાં માનવ સભ્યતાના વિકાસમાં યોગદાન આપનાર જોર્ડનમાં હિજાબ ન પહેરવા બદલ સામાજિક બહિષ્કાર થવાનું જોખમ રહે છે.
લિબિયાઃ આ મુસ્લિમ દેશમાં હિજાબ ન પહેરવા પર ધરપકડ થવાનો ખતરો રહે છે.