મુંબઇમાં વધતા વાયુ પ્રદૂષણને લઇને મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ગંભીર છે.

મહારાષ્ટ્ર સરકારે ખરાબ થતી વાયુ ગુણવત્તાને ધ્યાનમાં રાખતા મુંબઇ મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધના અધ્યયન માટે 7 સભ્યોની કમિટીની રચના કરી છે.

22 જાન્યુઆરીએ જાહેર સરકારી આદેશ અનુસાર, રિટાયર્ડ IAS અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સમિતી સ્ટડી કરી ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

મુંબઇ મહાનગરમાં થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાના વિસ્તાર પણ સામેલ છે.

બોમ્બે હાઇકોર્ટે 9 જાન્યુઆરીએ એક જનહિત અરજી પર સુનાવણી કરતા મુંબઇમાં વધતા વાહનવ્યવહાર અને પ્રદૂષણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોને તબક્કાવાર બંધ કરવા યોગ્ય રહેશે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.