કોથમીર ક્યારેય નહીં બગડે! અઠવાડિયા સુધી તાજી રાખવાની ટિપ્સ
સોર્સ : Google
શાકનો સ્વાદ વધારવો હોય કે ગાર્નિશિંગ કરવું હોય, લીલી કોથમીર ભારતીય રસોઈની શાન છે. પણ શું તમારી કોથમીર પણ 2 જ દિવસમાં સુકાઈ જાય છે કે ગળી જાય છે?
સોર્સ : Google
બજારમાંથી કોથમીર લાવ્યા પછી સૌથી પહેલા તેના મૂળ કાપી નાખો. તેમાંથી પીળા પડી ગયેલા કે બગડેલા પાન અલગ કરી લો જેથી આખી પૂરી સારી રહેશે.
સોર્સ : Google
કોથમીરને સ્ટોર કરતા પહેલા ક્યારેય ધોવી નહીં. ભેજ અથવા પાણીના કારણે તે ઝડપથી ગળવા લાગે છે. તેને હંમેશા કોરી જ રાખવી જોઈએ.
સોર્સ : Google
એક એરટાઈટ ડબ્બો લો, તેમાં નીચે ટિશ્યુ પેપર પાથરો. હવે તેમાં સાફ કરેલી કોથમીર મૂકો અને ઉપરથી ફરી એક ટિશ્યુ પેપર ઢાંકી દો. આ પેપર ભેજ શોષી લેશે અને કોથમીર 2 અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે.
સોર્સ : Google
જો તમારે ધોઈને જ રાખવી હોય, તો પાણીમાં થોડી હળદર નાખી સાફ કરો. ત્યારબાદ તેને પંખા નીચે બરાબર સૂકવી દો. સહેજ પણ પાણી ન રહેવું જોઈએ.
સોર્સ : Google
સૂકાઈ ગયેલી કોથમીરને ઝિપલોક બેગમાં ભરો. બેગમાંથી બધી હવા કાઢી નાખ્યા પછી જ તેને સીલ કરો. આ રીતે ફ્રીજમાં રાખવાથી કોથમીર લાંબો સમય લીલીછમ રહેશે.
સોર્સ : Google
આ સરળ કિચન હેક્સ અપનાવવાથી તમારે વારંવાર કોથમીર ફેંકવી નહીં પડે. હવે ઉનાળામાં પણ તમારી રસોઈમાં હંમેશા તાજી કોથમીરનો સ્વાદ જળવાઈ રહેશે.